પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસનું નિર્માણ કેવી રીતે થાય છે ? પ્રક્રિયાસહ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

અશ્મિગત બળતણનું દહન થવાથી જુદા જુદા પ્રકારના પ્રદૂષકો પૃથ્વીના ક્ષોભ આવરણમાં ઉત્સર્જિત થાય છે. આ પૈકી નાઇટ્રિક ઑક્સાઇડ $(NO)$ અને હાઇડ્રોકાર્બનિક પૂરતું ઊંચું પ્રમાણ જમા થાય છે. સુર્યપ્રકાશની હાજરીમાં આ નાઇટ્રિક ઑક્સાઇડ અને હાઇડ્રોકાર્બન વચ્ચે શુંખલા પ્રક્રિયા થઈ $NO_2$ બને છે. આ $NO_2$ સૂર્યપ્રકાશમાંથી મળતી ઊર્જા શોષી નાઇટ્રિક ઑક્સાઇડ અને મુક્ત ઑક્સિજન પરમાણુમાં ફેરવાય છે.

$\mathrm{NO}_{2(\mathrm{~g})} \stackrel{h v}{\longrightarrow} \mathrm{NO}_{(\mathrm{g})}+\mathrm{O}_{(\mathrm{g})} \quad \ldots \ldots \ldots . .(\mathrm{i})$

મુક્ત થયેલો ઓક્સિજન પરમાબુ વધુ પ્રતિક્રિયાત્મક હોવાથી હવામાં રહેલા ઓક્સિજન વાયુ સાથે સંયોજાઈ ઓઝોન બનાવે છે. $\mathrm{O}_{(\mathrm{g})}+\mathrm{O}_{2(\mathrm{~g})} \rightleftharpoons \mathrm{O}_{3(\mathrm{~g})} \quad \ldots \ldots \ldots . .$ $(ii)$

આમ, પ્રક્રિયા $(ii)$ દ્વારા બનેલો ઓઝોન વાયુ પ્રક્રિયા $(i)$ દ્વારા બનેલા $\mathrm{NO}_{(\mathrm{g})}$ સાથે ખૂબ જ ઝડ઼થી પ્રક્રિયા કરી ફરીથી $\mathrm{NO}_{2(\mathrm{~g})}$ બનાવે છે.

આ $\mathrm{NO}_{2(\mathrm{~g})}$ કથ્થઈ રંગનો વાયુ છે. તેનું ઊંચું પ્રમાણ વાતાવરણને ધૂંધળું બનાવે છે.

$\mathrm{NO}_{(\mathrm{g})}+\mathrm{O}_{3(\mathrm{~g})} \rightarrow \mathrm{NO}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}$

ઓઝોન ઝેરી વાયુ છે. $\mathrm{NO}_{2}$ અને $\mathrm{O}_{3}$ બને પ્રબળ ઓક્સિડેશકર્તા છે. તે પ્રદૂષિત હવામાં દહન ન પામેલા હાઇડ્રોકાર્બન સાથે પ્રદ્રિયા કરી ફોરાલ્ડિહાઈડ, એક્રોલિન અને પરઓક્સિઓસિટાઈલ નાઈટ્રેટ $(PAN)$ બનાવે છે.

$3 \mathrm{CH}_{4}+2 \mathrm{O}_{3} \rightarrow 3 \mathrm{CH}_{2}=\mathrm{O}+3 \mathrm{H}_{2} \mathrm{O}$

$\mathrm{CH}_{2}=\mathrm{CHCH}=\mathrm{O}$ 

Similar Questions

જમીન પ્રદૂષણ માટે જવાબદાર શું છે ?

હરિયાળું રસાયણવિજ્ઞાન એટલે શું ? તે પર્યાવરણીય પ્રદૂષણને ઘટાડવા કેવી રીતે મદદરૂપ થશે ?

ધૂમ્ર -ધુમ્મસ એટલે શું? પારંપારિક ધૂમ્ર-ધુમ્મસ પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસથી કેવી રીતે જુદું પડે છે ? 

પાણી પ્રક્રિયાઓમાં શા માટે માધ્યમ તરીકે ઉપયોગમાં લેવાય છે ? 

ઉદ્દીપકની ગેરહાજરીમાં સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર એ એક ધીમી પ્રક્રિયા છે. પરંતુ વાતાવરણમાં આ પ્રક્રિયા સરળતાથી થાય છે. તે કેવી રીતે થાય તે વર્ણવો. $SO_2$ માંથી $SO_3$ ની બનાવટનાં સમીકરણો લખો.